પ્રકરણ ૧૭: માહિતી મેળવવા માટે નાગરિકોને
ઉપલબ્ધ સવલતોની વિગતો.
આયોગની કાર્યવાહીમાં સુધારણા થઈ શકે તે માટે
કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મુલાકાતીઓ માટે સુચન પેટી મુકવામાં આવેલ છે, જેથી
આયોગની કાર્યવાહી વધુને વધુ વિશ્ચસનિય, ન્યાયસંગત તેમજ પારદર્શક બનાવી શકાય.
આયોગની કામગીરીને સંબંધિત કોઈપણ નાગરીકને રજૂઆત
કરવાની હોય તો તે સચિવશ્રી, ગુજરાત જાહેર સેવા આયોગ, પહેલો માળ, બહુમાળી મકાન, લાલ
દરવાજા, અમદાવાદ સમક્ષ રજૂઆત કરી શકે છે.
આયોગની કચેરી રાજ્યમાં માત્ર એક જ સ્થળે (ઉપર
મુજબ) ખાતે આવેલી છે, તેમજ આયોગની કોઈ પ્રાદેશિક કે અન્ય કચેરી નથી.
કચેરી શરૂ થવાનો સમય: સવારે ૧૦/૩૦ કલાક
કચેરી બંધ થવાનો સમય: સાંજે ૧૮/૧૦ કલાક
રીશેસનો સમય: બપોરે ૧૪-૦૦ કલાક થી ૧૪-૩૦
કચેરીનો ફોન નંબરઃ ર૫૫૦૭૭૩૭ (જનરલ)
કચેરીનો ફેક્સ નંબરઃ ર૫૫૦૭૩૮૬
નાગરિકોને માહિતી મળે તે માટે નીચેની સવલતો
ઉપલબ્ધ છે:
- કચેરી ગ્રંથાલય
- વર્તમાન પત્રો: (આયોગની જાહેરાતો માટે)
- નોટીસ બોર્ડસ
- કચેરીમાં રેકર્ડનું નીરિક્ષણ: જાહેર માહિતી
અધિકારીશ્રીના પરામર્શમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
- દસ્તાવેજોને નકલો મેળવવાની પદ્ધતિ: જાહેર
માહિતી અધિકારીશ્રીના પરામર્શમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
- ઉપલબ્ધ મુદ્રિત નિયમ સંગ્રહ: જાહેર માહિતી
અધિકારીશ્રીના પરામર્શમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
- જાહેર તંત્રની વેબ-સાઈટ - www.gpsc.gujarat.gov.in
- જાહેરખબરનાં અન્ય સાધનો - આયોગ તરફથી
જરૂરી/ખાસ કિસ્સામાં દૂરદર્શન તેમજ આકાશવાણી પરથી અગત્યની જાહેરાત આપવામાં આવે
છે.
|